________________ 656 શ્રી ત્રિભોવનની સાથે તમારાં પ્રથમ પત્રો મુંબઈ, માગશર સુદ 10, મંગળવાર, 1952 શ્રી ત્રિભોવનની સાથે તમારાં પ્રથમ પત્રો મળ્યાં હતાં એટલું જણાવ્યું હતું. તે પત્રો આદિથી વર્તતી દશા જાણીને તે દશાની વિશેષતાર્થે સંક્ષેપમાં કહ્યું હતું. જે જે પ્રકારે પરદ્રવ્ય(વસ્તુ)નાં કાર્યનું સંક્ષેપપણું થાય, નિજ દોષ જોવાનો દ્રઢ લક્ષ રહે, અને સત્સમાગમ, સન્શાસ્ત્રને વિષે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વત્થ કરે તે પ્રકારની આત્મતા કર્યા જતાં, તથા જ્ઞાનીનાં વચનોનો વિચાર કરવાથી દશા વિશેષતા પામતાં યથાર્થ સમાધિને યોગ્ય થાય, એવો લક્ષ રાખશો, એમ કહ્યું હતું. એ જ વિનંતિ.