________________ 653 આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુંબઈ, કાર્તિક સુદ 13, ગુરૂ, 1952 બે પત્ર મળ્યાં છે. આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ આવિર્ભત થવો કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે. એ જ વિનંતિ. સહજાત્મસ્વરૂપ