________________ 652 શ્રી વેદાંતે નિરૂપણ કરેલાં એવાં મુંબઈ, કારતક સુદ 3, સોમ, 1952 શ્રી વેદાંતે નિરૂપણ કરેલાં એવાં મુમુક્ષુ જીવનાં લક્ષણ તથા શ્રી જિને નિરૂપણ કરેલાં એવાં સમ્યક્ઝષ્ટિ જીવનાં લક્ષણ સાંભળવા યોગ્ય છે; (તથારૂપ યોગ ન હોય તો વાંચવા યોગ્ય છે;) વિશેષપણે મનન કરવા યોગ્ય છે; આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. પોતાનું ક્ષયોપશમબળ ઓછું જાણીને અહંમમતાદિનો પરાભવ થવાને નિત્ય પોતાનું ન્યૂનપણું દેખવું; વિશેષ સંગ પ્રસંગ સંક્ષેપવા યોગ્ય છે. એ જ વિનંતિ.