________________ Errorl Reference source not found. Error! Reference source not found. 650 અંતર્મુખદ્રષ્ટિ જે પુરુષોની થઈ છે મુંબઈ, આસો, 1951 અંતર્મુખદ્રષ્ટિ જે પુરુષોની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે, કેમકે અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોનો સંગ છે, તે કંઈ પણ દ્રષ્ટિને આકર્ષે એવો ભય રાખવા યોગ્ય છે. આવી ભૂમિકામાં આ પ્રકારે ભલામણ ઘટે છે, એમ છે તો પછી વિચારદશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય, તોપણ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે મુમુક્ષુ જીવે જે જે પ્રકારે પરઅધ્યાસ થવા યોગ્ય પદાર્યાદિનો ત્યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરવો ઘટે. જોકે આરંભપરિગ્રહનો ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ અંતર્મુખવૃત્તિનો હેતુ હોવાથી વારંવાર તેનો ત્યાગ ઉપદેથયો છે.