________________ 647 અગમ અગોચર નિર્વાણમાર્ગ છે. મુંબઈ, આસો, 1951 અગમ અગોચર નિર્વાણમાર્ગ છે, એમાં સંશય નથી. પોતાની શક્તિએ, સદૂગુરૂના આશ્રય વિના, તે માર્ગ શોધવો અશક્ય છે; એમ વારંવાર દેખાય છે, એટલું જ નહીં, પણ શ્રી સગુરૂચરણના આશ્રયે કરી બોધબીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદગુરૂના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતાં એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે.