SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 645 “સમજ્યા તે શમાઈ રહ્યા,' તથા ‘સમજ્યા તે શમાઈ ગયા,” મુંબઈ, આસો વદ 11, 1951 પરમનૈષ્ઠિક, સત્સમાગમ યોગ્ય, આર્ય શ્રી સોભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે, શ્રી સાયલા. યથાયોગ્યપૂર્વક :- શ્રી સોભાગનું લખેલું પત્ર મળ્યું છે. 1‘સમજ્યા તે શમાઈ રહ્યા,' તથા ‘સમજ્યા તે સમાઈ ગયા,’ એ વાક્યમાં કંઈ અર્થાતર થાય છે કે કેમ ? તથા બેમાં કયું વાક્ય વિશેષાર્થવાચક જણાય છે ? તેમ જ સમજવા યોગ્ય શું ? તથા શમાવું શું ? તથા સમુચ્ચયવાક્યનો એક પરમાર્થ શો ? તે વિચારવા યોગ્ય છે, વિશેષપણે વિચારવા યોગ્ય છે, અને વિચારગત હોય તે તથા વિચારતાં તે વાક્યોનો વિશેષ પરમાર્થ લક્ષગત થતો હોય તે લખવાનું બને તો લખશો. એ જ વિનંતિ. સહજાન્મસ્વરૂપે યથાવ 1 જુઓ આંક 651.
SR No.330766
Book TitleVachanamrut 0645
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy