________________ 643 કઈ પૂછવા યોગ્ય લાગતું હોય તો પૂછશો મુંબઈ, આસો સુદ 13, 1951 શ્રી સ્તંભતીર્થવાસી તથા નિંબપુરીવાસી મુમુક્ષુજનો પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. કઈ પૂછવા યોગ્ય લાગતું હોય તો પૂછશો. કરવા યોગ્ય કંઈ કહ્યું હોય તે વિસ્મરણ યોગ્ય ન હોય એટલો ઉપયોગ કરી ક્રમે કરીને પણ તેમાં અવય પરિણતિ કરવી ઘટે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે.