________________ 642 સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા મુંબઈ, આસો સુદ 13, 1951 સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય ? આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે તેનો ઉપાય કંઈ વિશેષે કરી ગવેષવા યોગ્ય છે. જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે, એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે ? શ્રી ડુંગરને પ્રણામ.