________________ 640 વેદાંત કહે છે કે આત્મા અસંગ છે મુંબઈ, આસો સુદ 11, 1951 આજે સવારે અત્રે કુશળતાથી આવવું થયું છે. વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જિન પણ કહે છે કે પરમાર્થનયથી આત્મા તેમ જ છે. એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી તે મોક્ષ છે. પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે, અને એ જ માટે જ્ઞાની પુરુષોએ, સર્વ દુઃખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે. અમ પ્રત્યે અનુકંપા રાખશો. કંઈ જ્ઞાનવાર્તા લખશો. શ્રી ડુંગરને પ્રણામ.