________________ 638 બે પત્ર મળ્યાં હતાં રાણપુર (હડમતિયા), ભાદરવા વદ 13, 1951 બે પત્ર મળ્યાં હતાં, ગઈ કાલે અત્રે એટલે રાણપુરની સમીપના ગામમાં આવવું થયું છે. છેલ્લા પત્રમાં પ્રશ્નો લખ્યાં હતાં તે પત્ર ક્યાંક ગત થયું જણાય છે. સંક્ષેપમાં ઉત્તર નીચે લખ્યાથી વિચારશો : (1) ધર્મ, અધર્મ દ્રવ્ય સ્વભાવપરિણામી હોવાથી અક્રિય કહ્યા છે. પરમાર્થનયથી એ દ્રવ્ય પણ સક્રિય છે. વ્યવહારનયથી પરમાણુ, પુગલ અને સંસારી જીવ સક્રિય છે, કેમકે તે અન્યોન્ય ગ્રહણ, ત્યાગ આદિથી એક પરિણામવત સંબંધ પામે છે. સડવું યાવત .... વિધ્વંસ પામવું એ પરમાણુ યુગલના ધર્મ કહ્યા છે. પરમાર્થથી શુભ વર્ણાદિનું પલટનપણું અને સ્કંધનું મળી વીખરાવાપણું કહ્યું છે .... (પત્ર ખંડિત