________________ 637 નીચે લખેલાં વાક્ય તથારૂપ વવાણિયા, ભાદ્રપદ સુદ 9, ગુરૂ, 1951 આજ દિન પર્યત સર્વભાવે કરી ખમાવું છું. નીચે લખેલાં વાક્ય તથારૂપ પ્રસંગે વિસ્તારથી સમજવા યોગ્ય છે. અનુભવપ્રકાશ' ગ્રંથમાંનો શ્રી પ્રહલાદજી પ્રત્યે સગુરૂ દેવે કહેલો ઉપદેશપ્રસંગ લખ્યો તે વાસ્તવ છે. તથારૂપે નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્નજ્ઞાન સિવાય અન્ય કોઈ સર્વ દુ:ખ મટાડવાનો ઉપાય જ્ઞાની પુરુષોએ જાણ્યો નથી. એ જ વિનંતિ.