________________ 635 સંવત્સરી સુધી તેમજ આજ દિવસ પર્યંત વવાણિયા, ભાદરવા સુદ 7, ભોમ, 1951 સંવત્સરી સુધી તેમજ આજ દિવસ પર્યત તમારા પ્રત્યે મન, વચન અને કાયાના યોગથી જે કંઈ જાણતાં અજાણતાં અપરાધ થયો હોય તે સર્વભાવે ખમાવું છું. તેમ જ તમારા સત્સમાગમવાસી સર્વ ભાઈઓ તથા બાઈઓને ખમાવું છું. અત્રેથી ઘણું કરી રવિવારે નિવર્તવાનું થશે એમ લાગે છે. મોરબી સુદ 15 સુધી સ્થિતિ થવા સંભવ છે. ત્યાર પછી કોઈ નિવૃત્તિક્ષેત્રે પંદર દિવસની લગભગ સ્થિતિ થાય તો કરવા વિષે ચિત્તની સહજ વૃત્તિ રહે છે. કોઈ નિવૃત્તિક્ષેત્ર લક્ષમાં હોય તો લખશો. આO સહજાત્મસ્વરૂપ