________________ 634 આજ દિવસ પર્યત એટલે સંવત્સરી સુધી વવાણિયા, ભાદરવા સુદ 7, ભોમ, 1951 આજ દિવસ પર્યત એટલે સંવત્સરી સુધી તમારા પ્રત્યે મન, વચન, કાયાના યોગથી મારાથી કંઈ જાણતાં અજાણતાં અપરાધ થયો હોય તે ખરાં અંતઃકરણથી લઘુતાભાવે ખમાવું છું. તે જ પ્રમાણે મારી બહેનને પણ ખમાવું છું. અત્રેથી આ રવિવારે વિદાય થવાનો વિચાર છે. લિ0 રાયચંદના યથા