________________ 632 બાળપણા કરતાં યુવાવસ્થામાં વવવાણિયા, શ્રાવણ વદિ 14, સોમ, 1951 ‘બાળપણા કરતાં યુવાવસ્થામાં ઇન્દ્રિયવિકાર વિશેષ કરી ઉત્પન્ન થાય છે, તેમાં શું કારણ હોવાં જોઈએ ? એમ લખ્યું તે માટે સંક્ષેપમાં આ પ્રમાણે વિચારવા યોગ્ય છેઃ ક્રમે જેમ વય વધે છે, તેમ તેમ ઇન્દ્રિયબળ વધે છે, તેમ તે બળને વિકારનાં હેતુ એવાં નિમિત્તો મળે છે, અને પૂર્વભવના તેવા વિકારના સંસ્કાર રહ્યા છે, તેથી તે નિમિત્તાદિ યોગ પામી વિશેષ પરિણામ પામે છે. જેમ બીજ છે, તે તથારૂપ કારણો પામી ક્રમે વૃક્ષાકારે પરિણમે છે, તેમ પૂર્વના બીજભૂત સંસ્કારો ક્રમે કરી વિશેષાકારે પરિણમે છે.