________________ 628 અત્રે પર્યુષણ પૂરાં થતાં સુધી સ્થિતિ થવી સંભવે છે. વવાણિયા, શ્રાવણ વદ 6, રવિ, 1951 અત્રે પર્યુષણ પૂરાં થતાં સુધી સ્થિતિ થવી સંભવે છે. કેવળજ્ઞાનાદિ આ કાળમાં હોય એ વગેરે પ્રશ્નો પ્રથમ લખ્યાં હતાં તે પ્રશ્નો પર યથાશક્તિ અનુપ્રેક્ષા તથા પરસ્પર પ્રશ્નોત્તર શ્રી ડુંગર વગેરેએ કરવા યોગ્ય છે. ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ ? આ પ્રશ્ન પ્રત્યે જો તમ વગેરેથી બને તો વિચાર કરશો. શ્રી ડુંગરે તો જરૂર વિચાર કરવા યોગ્ય છે. કંઈ ઉપાધિયોગના વ્યવસાયથી તેમજ પ્રશ્નાદિ લખવા વગેરેની વૃત્તિ સંક્ષેપ થવાથી હાલ વિગતવાર પત્ર લખવામાં ઓછી પ્રવૃત્તિ થતી હશે, તોપણ બને તો અત્રે સ્થિતિ છે, ત્યાં સુધીમાં કંઈ વિશેષ પ્રશ્નોત્તર વગેરે યુક્ત પત્ર લખવાનું થાય તો કરશો. સહજાત્મભાવનાએ યથાવ