________________ 622 ‘અનંતાનુબંધીનો બીજો પ્રકાર લખ્યો છે તે મુંબઈ, અસાડ વદ 0)), 1951 ‘અનંતાનુબંધી’નો બીજો પ્રકાર લખ્યો છે તે વિષે વિશેષાર્થ નીચે લખ્યાથી જાણશોઃ ઉદયથી અથવા ઉદાસભાવસંયુક્ત મંદ પરિણતબુદ્ધિથી ભોગાદિને વિષે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે, પણ જ્યાં ભોગાદિને વિષે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં, નિર્ભયપણે ભોગપ્રવૃત્તિ સંભવે. જે નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે; તેવાં પરિણામ વર્તે ત્યાં પણ ‘અનંતાનુબંધી’ સંભવે છે. તેમ જ ‘હું સમજું છું’, ‘મને બાધ નથી’, એવા ને એવા બફમમાં રહે, અને ‘ભોગથી નિવૃત્તિ ઘટે છે, અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય છતાં પણ મિથ્યાજ્ઞાનથી જ્ઞાનદશા માની ભોગાદિકમાં પ્રવર્તન કરે ત્યાં પણ ‘અનંતાનુબંધી’ સંભવે છે. જાગ્રતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય, તેમ તેમ સ્વપ્નદશાનું પરિક્ષણપણું સંભવે. 1 પત્રાંક 613.