________________ 618 પત્ર મળ્યું છે. કેવળજ્ઞાનાદિના પ્રશ્નોત્તર પ્રત્યે મુંબઈ, અસાડ વદ 11, ગુરૂ, 1951 પરમાર્થનૈષ્ઠિકાદિ ગુણસંપન્ન શ્રી સોભાગ પ્રત્યે, પત્ર મળ્યું છે. કેવળજ્ઞાનાદિના પ્રશ્નોત્તર પ્રત્યે તમારે તથા શ્રી ડુંગરે તથા લહેરાભાઈએ યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. જે વિચારવાન પુરુષની દ્રષ્ટિમાં સંસારનું સ્વરૂપ નિત્ય પ્રત્યે ક્લેશસ્વરૂપ ભાસ્યમાન થતું હોય, સાંસારિક ભોગોપભોગ વિષે વિરતપણા જેવું જેને વર્તતું હોય તેવા વિચારવાનને બીજી તરફ લોકવ્યવહારાદિ, વ્યાપારાદિ ઉદય વર્તતો હોય, તો તે ઉદયપ્રતિબંધ ઇન્દ્રિયના સુખને અર્થે નહીં પણ આત્મહિતાર્થે ટાળવો હોય તો ટાળી શકવાના શા ઉપાય હોવા જોઈએ ? તે સંબંધી કંઈ જણાવવાનું થાય તે કરશો. એ જ વિનંતિ. આ૦ સ્વ૦ પ્રયથા.