________________ 614 પુત્રાદિ પદાર્થની પ્રાપ્તિમાં અનાસક્તિ પુત્રાદિ પદાર્થની પ્રાપ્તિમાં અનાસક્તિ થવા જેવું થયું હતું પણ તેથી હાલ વિપરીત ભાવના વર્તે છે. તે પદાર્થને જોઈ પ્રાપ્તિ સંબંધી ઇચ્છા ઉદ્ભવે છે, તેથી એમ સમજાય છે કે કોઈ વિશેષ સામર્થ્યવાન મહાપુરુષો સિવાયના સામાન્ય મુમુક્ષુએ તેવા પદાર્થનો, સમાગમ કરી તથારૂપ અનિત્યપણું તે પદાર્થનું સમજીને, ત્યાગ કર્યો હોય તો તે ત્યાગનો નિર્વાહ થઈ શકે. નહીં તો હાલ જેમ વિપરીત ભાવના ઉત્પન્ન થઈ છે તેમ ઘણું કરીને થવાનો વખત તેવા મુમુક્ષને આવવાનો સંભવ છે. અને આવો ક્રમ કેટલાક પ્રસંગો પરથી મોટા પુરુષોને પણ માન્ય હોય તેમ સમજાય છે, એ પર સિદ્ધાંતસિંધુનો કથાસંક્ષેપ તથા બીજાં દ્રષ્ટાંત લખ્યાં તે માટે સંક્ષેપમાં આ લખ્યાથી સમાધાન વિચારશો.