________________ જે કષાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે કષાય પરિણામને જિનપ્રવચનમાં ‘અનંતાનુબંધી’ સંજ્ઞા કહી છે. જે કષાયમાં તન્મયપણે અપ્રશસ્ત(માઠા)ભાવે તીવોપયોગે આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં ‘અનંતાનુબંધી'નો સંભવ છે. મુખ્ય કરીને અહીં કહ્યાં છે, તે સ્થાનકે તે કષાયનો વિશેષ સંભવ છે. સદેવ, સદગરૂ અને સતધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસતદેવ, અસગર તથા અસધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં ‘અનંતાનુબંધી કષાય’ સંભવે છે, અથવા જ્ઞાનીના વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવોને જે મર્યાદા ‘અનંતાનુબંધી કષાયની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે. જે પુત્રાદિ વસ્તુ લોકસંજ્ઞાએ ઇચ્છવા યોગ્ય ગણાય છે, તે વસ્તુ દુ:ખદાયક અને અસારભૂત જાણી પ્રાપ્ત થયા પછી નાશ પામ્યા છતાં પણ ઇચ્છવા યોગ્ય લાગતી નહોતી, તેવા પદાર્થની હાલ ઇચ્છા ઉત્પન્ન થાય છે, અને તેથી અનિત્યભાવ જેમ બળવાન થાય તેમ કરવાની જિજ્ઞાસા ઉદ્ભવે છે, એ આદિ ઉદાહરણ સાથે લખ્યું તે વાંચ્યું છે. જે પુરુષની જ્ઞાનદશા સ્થિર રહેવા યોગ્ય છે, એવા જ્ઞાનીપુરુષને પણ સંસારપ્રસંગનો ઉદય હોય તો જાગૃતપણે પ્રવર્તવું ઘટે છે, એમ વીતરાગે કહ્યું છે, તે અન્યથા નથી; અને આપણે સૌએ જાગૃતપણે પ્રવર્તવું કરવામાં કંઈ શિથિલતા રાખીએ તો તે સંસારપ્રસંગથી બાધ થતાં વાર ન લાગે, એવો ઉપદેશ એ વચનોથી આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે, એમાં સંશય ઘટતો નથી. પ્રસંગની સાવ નિવૃત્તિ અશક્ય થતી હોય તો પ્રસંગ સંક્ષેપ કરવો ઘટે, અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરૂપ પરિણામ આણવું ઘટે, એ મુમુક્ષુ પુરુષનો ભૂમિકાધર્મ છે. સત્સંગ, સાસ્ત્રના યોગથી તે ધર્મનું આરાધન વિશેષે કરી સંભવે છે.