________________ 611 અમુક વનસ્પતિની અમુક ઋતુમાં જેમ ઉત્પત્તિ થાય છે મુંબઈ, અસાડ સુદ 1, રવિ, 1951 અમુક વનસ્પતિની અમુક ઋતુમાં જેમ ઉત્પત્તિ થાય છે, તેમ અમુક ઋતુમાં વિપરિણામ પણ થાય છે. સામાન્ય રીતે કેરીના રસ સ્પર્શનું વિપરિણામ આદ્રા નક્ષત્રમાં થાય છે. આદ્રા નક્ષત્ર પછી જે કેરી ઉત્પન્ન થાય છે તેનો વિપરિણામકાળ આદ્રા નક્ષત્ર છે, એમ નથી. પણ સામાન્યપણે ચૈત્ર વૈશાખાદિ માસમાં ઉત્પન્ન થતી કેરી પરત્વે આદ્ર નક્ષત્રે વિપરિણામીપણું સંભવે છે: