________________ 608 તથારૂપ ગંભીર વાક્ય નથી, મુંબઈ, જેઠ વદ 10, સોમ, 1951 તથારૂપ ગંભીર વાક્ય નથી, તોપણ આશય ગંભીર હોવાથી એક લૌકિક વચનનું આત્મામાં હાલ ઘણી વાર સ્મરણ થઈ આવે છે, તે વાક્ય આ પ્રમાણે છેઃ- ‘રાંડી રુએ, માંડી રુએ, પણ સાત ભરતાર વાળી તો મોઢું જ ન ઉઘાડે.” વાક્ય અગંભીર હોવાથી લખવામાં પ્રવૃત્તિ ન થાત, પણ આશય ગંભીર હોવાથી અને પોતાને વિષે વિચારવાનું વિશેષ દેખાવાથી તમને પતું લખવાનું સ્મરણ થતાં આ વાક્ય લખ્યું છે, તેના પર યથાશક્તિ વિચાર કરશો. એ જ વિનંતિ. લિ૦ રાયચંદના પ્રણામ વાંચશોજી.