________________ 602 મનમાં રાગદ્વેષાદિનાં પરિણામ થયા કરે છે મુંબઈ, જેઠ સુદ 10, રવિ, 1951 મનમાં રાગદ્વેષાદિનાં પરિણામ થયા કરે છે, તે સમયાદિ પર્યાય ન કહી શકાય, કેમકે સમયનું અત્યંત સૂક્ષ્મપણું છે, અને મનપરિણામનું સૂક્ષ્મપણું તેવું નથી. પદાર્થનો અત્યંતમાં અત્યંત સૂક્ષ્મપરિણતિનો પ્રકાર છે, તે સમય છે. રાગદ્વેષાદિ વિચારોનું ઉદ્ભવ થવું તે જીવે પૂર્વોપાર્જિત કરેલાં કર્મના યોગથી છે; વર્તમાનકાળમાં આત્માનો પુરુષાર્થ કંઈ પણ તેમાં હાનિવૃદ્ધિમાં કારણરૂપ છે, તથાપિ તે વિચાર વિશેષ ગહન છે. શ્રી જિને જે સ્વાધ્યાય કાળ કહ્યા છે, તે યથાર્થ છે. તે તે (અકાળના) પ્રસંગે પ્રાણાદિનો કંઈ સંધિભેદ થાય છે. ચિત્તને વિક્ષેપનિમિત્ત સામાન્ય પ્રકારે હોય છે, હિંસાદિ યોગનો પ્રસંગ હોય છે, અથવા કોમળ પરિણામમાં વિપ્નભૂત કારણ હોય છે, એ આદિ આશ્રયે સ્વાધ્યાયનું નિરૂપણ કર્યું છે. અમુક સ્થિરતા થતા સુધી વિશેષ લખવાનું બની શકે તેમ નથી; તોપણ બન્યો તેટલો પ્રયાસ કરી આ 3 પત્તાં લખ્યાં છે.