________________ 595 વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કહી છે. મુંબઈ, વૈશાખ વદ 7, ગુરૂ, 1951 વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કહી છે, તે વિચારણા કરતાં શ્રી જિનાગમમાં જે આત્મસ્વરૂપની વિચારણા કહી છે, તેમાં ભેદ પડે છે. સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજસ્વભાવે પરિણામ થવું એ જ છે. સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં એવો નિશ્ચય જિને કહ્યો છે તે, વેદાંતાદિ કરતાં બળવાન પ્રમાણભૂત છે.