________________ પ૯૦ ચારિત્ર(શ્રી જિનના અભિપ્રાયમાં શું છે? તે વિચારી સમવસ્થાન થવું)દશા સંબંધી મુંબઈ, ચૈત્ર વદ 14, 1951 ચારિત્ર(શ્રી જિનના અભિપ્રાયમાં શું છે ? તે વિચારી સમવસ્થાન થવું.)દશા સંબંધી અનુપ્રેક્ષા કરવાથી જીવમાં સ્વસ્થતા ઉત્પન્ન થાય છે. તે વિચારે કરી ઉત્પન્ન થયેલી ચારિત્રપરિણામ સ્વભાવરૂપ સ્વસ્થતા વિના જ્ઞાન અફળ છે, એવો જિનનો અભિમત તે અવ્યાબાધ સત્ય છે. તે સંબંધી અનુપ્રેક્ષા ઘણી વાર રહ્યા છતાં ચંચળ પરિણતિનો હેતુ એવો ઉપાધિયોગ તીવ્ર ઉદયરૂપ હોવાથી ચિત્તમાં ઘણું કરી ખેદ જેવું રહે છે, અને તે ખેદથી શિથિલતા ઉત્પન્ન થઈ વિશેષ જણાવવાનું થઈ શકતું નથી. બાકી કંઈ જણાવવા વિષે તો ચિત્તમાં ઘણી વાર રહે છે. પ્રસંગોપાત્ત કંઈ વિચાર લખો તેમાં અડચણ નથી. એ જ વિનંતી.