________________ 589 તમારે વેદાંત ગ્રંથ વાંચવાનો કે તે મુંબઈ, ચૈત્ર વદ 13, 1951 તમારે વેદાંત ગ્રંથ વાંચવાનો કે તે પ્રસંગની વાતચીત શ્રવણ કરવાનો પ્રસંગ રહેતો હોય તો તે વાંચનથી તથા શ્રવણથી જીવમાં વૈરાગ્ય અને ઉપશમ વર્ધમાન થાય તેમ કરવું યોગ્ય છે. તેમાં પ્રતિપાદન કરેલા સિદ્ધાંતનો નિશ્ચય જો થતો હોય તો કરવામાં બાધ નથી, તથાપિ જ્ઞાનીપુરુષના સમાગમ, ઉપાસનાથી સિદ્ધાંતનો નિશ્ચય કર્યા વિના આત્મવિરોધ થવા સંભવ છે.