________________ 580 કેટલાક વિચારો જણાવવાની ઇચ્છા મુંબઈ, ચૈત્ર વદ 5, રવિ, 1951 કેટલાક વિચારો જણાવવાની ઇચ્છા રહ્યા કરતાં છતાં પણ કોઈ ઉદય પ્રતિબંધથી તેમ થઈ શકતાં કેટલોક વખત વ્યતીત થયા કરે છે. જેથી વિનંતિ છે કે તમે જે કંઈ પણ પ્રસંગોપાત્ત પૂછવા અથવા લખવા ઇચ્છા કરતા હો તો તેમ કરવામાં મારા તરનો પ્રતિબંધ નથી, એમ સમજી લખવા અથવા પૂછવામાં અટકશો નહીં. એ જ વિનંતિ. આ૦ સ્વ૦ પ્રણામ.