________________ પ૭૭ હાલ જો કોઈ વેદાંત સંબંધી ગ્રંથો મુંબઈ, ચૈત્ર સુદ 13, 1951 હાલ જો કોઈ વેદાંત સંબંધી ગ્રંથો વાંચવા અથવા શ્રવણ કરવાનું રહેતું હોય તો તે વિચારનો વિશેષ વિચાર થવા થોડો વખત શ્રી “આચારાંગ’, ‘સૂયગડાંગ’ તથા ‘ઉત્તરાધ્યયન’ વાંચવા, વિચારવાનું બને તો કરશો. વેદાંતના સિદ્ધાંતમાં તથા જિનના આગમના સિદ્ધાંતમાં જુદાપણું છે, તોપણ જિનનાં આગમ વિશેષ વિચારનું સ્થળ જાણી વેદાંતનું પૃથક્કરણ થવા તે આગમ વાંચવા, વિચારવા યોગ્ય છે. એ જ વિનંતિ.