SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 576 આજે પત્ર 1 પહોંચ્યું છે. અત્ર કુશળતા છે મુંબઈ, ચૈત્ર સુદ 6, સોમ, 1951 આજે પત્ર 1 પહોંચ્યું છે. અત્ર કુશળતા છે. પત્ર લખતાં લખતાં અથવા કંઈ કહેતાં કહેતાં વારંવાર ચિત્તની અપ્રવૃત્તિ થાય છે, અને કલ્પિતનું આટલું બધું માહાત્મ શું ? કહેવું શું ? જાણવું શું? શ્રવણ કરવું શું? પ્રવૃત્તિ શી ? એ આદિ વિક્ષેપથી ચિત્તની તેમાં અપ્રવૃત્તિ થાય છે; અને પરમાર્થસંબંધી કહેતાં લખતાં તેથી બીજા પ્રકારના વિક્ષેપની ઉત્પત્તિ થાય છે, જે વિક્ષેપમાં મુખ્ય આ તીવ્ર પ્રવૃત્તિના નિરોધ વિના તેમાં, પરમાર્થકથનમાં પણ અપ્રવૃત્તિ હાલ શ્રેયભૂત લાગે છે. આ કારણ વિષે આગળ એક પત્ર સવિગત લખ્યું છે, એટલે વિશેષ લખવા જેવું અત્રે નથી, માત્ર ચિત્તમાં અત્રે વિશેષ સ્કૂર્તિ થવાથી લખ્યું છે. મોતીના વેપાર વગેરેની પ્રવૃત્તિ વધારે ન કરવા સંબંધીનું બને તો સારું, એમ લખ્યું તે યથાયોગ્ય છે; અને ચિત્તની નિત્ય ઇચ્છા એમ રહ્યા કરે છે. લોભહેતુથી તે પ્રવૃત્તિ થાય છે કે કેમ ? એમ વિચારતાં લોભનું નિદ જણાતું નથી. વિષયાદિની ઇચ્છાએ પ્રવૃત્તિ થાય છે, એમ પણ જણાતું નથી, તથાપિ પ્રવૃત્તિ થાય છે, એમાં સંદેહ નથી. જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે, અત્રે એ લાગે છે તે યથાર્થ હશે કે કેમ ? તે માટે વિચારવાન પુરુષ જે કહે તે પ્રમાણ છે. એ જ વિનંતિ. લિ૦ રાયચંદના પ્રણામ.
SR No.330697
Book TitleVachanamrut 0576
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy