________________ 573 જન્મ, જરા, મરણાદિ દુઃખે કરી સમસ્ત સંસાર મુંબઈ, ફાગણ વદ 11, શુક્ર, 1951 જન્મ, જરા, મરણાદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે. સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મસ્વભાવને પામ્યા છે, અને નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી, અને સંગના મોહે પરાધીન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે. આ૦ સ્વ૦ પ્રણામ.