SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 571 વધારેમાં વધારે એક સમયે 108 જીવ મુક્ત થાય મુંબઈ, ફાગણ વદ 5, શનિ, 1951 વધારેમાં વધારે એક સમયે 108 જીવ મુક્ત થાય, એથી વિશેષ ન થાય, એવી લોકસ્થિતિ જિનાગમમાં સ્વીકારેલી છે, અને પ્રત્યેક સમયે એક સો આઠ, એક સો આઠ જીવ મુક્ત થયા જ કરે છે, એમ ગણીએ, તો તે પરિમાણે ત્રણે કાળમાં જેટલા જીવ મોક્ષપ્રાપ્ત થાય, તેટલા જીવની જે અનંત સંખ્યા થાય તે કરતાં સંસારનિવાસી જીવોની સંખ્યા અનંતપણે જિનાગમમાં નિરૂપી છે; અર્થાત ત્રણે કાળમાં મુક્તજીવ જેટલા થાય તે કરતાં સંસારમાં અનંતગણા જીવ રહે, કેમકે તેનું પરિમાણ એટલું વિશેષ છે; અને તેથી મોક્ષમાર્ગનો પ્રવાહ વહ્યા કરતાં છતાં સંસારમાર્ગ ઉચ્છેદ થઈ જવો સંભવતો નથી, અને તેથી બંધમોક્ષ વ્યવસ્થામાં વિપર્યય થતું નથી. આ વિષે વધારે ચર્ચા સમાગમમાં કરશો તો અડચણ નથી. જીવના બંધમોક્ષની વ્યવસ્થા વિષે સંક્ષેપમાં પતું લખ્યું છે. એ પ્રકારનાં જે જે પ્રશ્નો હોય તે તે સમાધાન થઈ શકે એવાં છે, કોઈ પછી અલ્પ કાળે અને કોઈ પછી વિશેષ કાળે સમજે અથવા સમજાય, પણ એ સૌ વ્યવસ્થાનાં સમાધાન થઈ શકે એવાં છે. સૌ કરતાં વિચારવા યોગ્ય વાત તો હાલ એ છે કે, ઉપાધિ કરવામાં આવે, અને કેવળ અસંગદશા રહે એમ બનવું અત્યંત કઠણ છે, અને ઉપાધિ કરતાં આત્મપરિણામ ચંચળ ન થાય, એમ બનવું અસંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતાં આપણે સૌએ તો આત્મામાં જેટલું અસંપૂર્ણ - અસમાધિપણું વર્તે છે તે, અથવા વર્તી શકે તેવું હોય તે, ઉચ્છેદ કરવું, એ વાત લક્ષમાં વધારે લેવા યોગ્ય છે.
SR No.330692
Book TitleVachanamrut 0571
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy