________________ 567 બે તાર, બે પત્ર તથા બે પત્તાં મળ્યાં છે મુંબઈ, ફાગણ સુદ 15, 1951 શ્રી વીતરાગને પરમભક્તિએ નમસ્કાર બે તાર, બે પત્ર તથા બે પત્તાં મળ્યાં છે. શ્રી જિન જેવા પુરુષે ગૃહવાસમાં જે પ્રતિબંધ કર્યો નથી તે પ્રતિબંધ ન થવા, આવવાનું કે પત્ર લખવાનું થયું નથી તે માટે અત્યંત દીનપણે ક્ષમાં ઇચ્છું છું. સંપૂર્ણ વીતરાગતા નહીં હોવાથી આ પ્રમાણે વર્તતાં અંતરમાં વિક્ષેપ થયો છે, જે વિક્ષેપ પણ શમાવવો ઘટે એ પ્રકારે જ્ઞાનીએ માર્ગ દીઠો છે. જે આત્માનો અંતર્યાપાર (અંતર્પરિણામની ધારા) તે, બંધ અને મોક્ષની (કર્મથી આત્માનું બંધાવું અને તેથી આત્માનું છૂટવું) વ્યવસ્થાનો હેતુ છે, માત્ર શરીરચેષ્ટા બંધમોક્ષની વ્યવસ્થાનો હેતુ નથી. વિશેષ રોગાદિ યોગે જ્ઞાનીપુરુષના દેહને વિષે પણ નિર્બળપણું, મંદપણું, પ્લાનતા, કંપ, સ્વેદ, મૂચ્છ, બાહ્ય વિભ્રમાદિ દ્રષ્ટ થાય છે; તથાપિ જેટલું જ્ઞાન કરીને, બોધ કરીને, વૈરાગ્યે કરીને આત્માનું નિર્મળપણું થયું છે, તેટલા નિર્મળપણાએ કરી તે રોગને અંતર્પરિણામે જ્ઞાની વેદે છે, અને વેદતાં કદાપિ બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે તોપણ અંતર્પરિણામ પ્રમાણે કર્મબંધ અથવા નિવૃત્તિ થાય છે. આત્મા જ્યાં અત્યંત શુદ્ધ એવા નિજપર્યાયને સહજ સ્વભાવે ભજે ત્યાં - [અપૂર્ણ