________________ પ૬૪ અત્રે આ વખતે ત્રણ વર્ષ ઉપરાંત પ્રવૃત્તિનો મુંબઈ, માહ સુદ 8, રવિ, 1951 અત્રે આ વખતે ત્રણ વર્ષ ઉપરાંત પ્રવૃત્તિનો ઉદય વેદ્યો છે. અને ત્યાં આવ્યા પછી પણ થોડા દિવસ કંઈ પ્રવૃત્તિનો સંબંધ રહે, એથી હવે ઉપરામતા પ્રાપ્ત થાય તો સારું, એમ ચિત્તમાં રહે છે. બીજી ઉપરામતા હાલ બનવી કઠણ છે, ઓછી સંભવે છે. પણ તમારો તથા શ્રી ડુંગર વગેરેનો સમાગમ થાય તો સારું એમ ચિત્તમાં રહે છે, માટે શ્રી ડુંગરને તમે જણાવશો અને તેઓ વવાણિયા આવી શકે તેમ કરશો. કોઈ પણ પ્રકારે વવાણિયા આવવામાં તેમણે કલ્પના કરવી ન ઘટે. જરૂર આવી શકે તેમ કરશો. લિરાયચંદના પ્રણામ.