________________ પ૬૩ પત્ર પ્રાપ્ત થયું છે. વિસ્તારથી પત્ર લખવાનું મુંબઈ, માહ સુદ 8, રવિ, 1951 પત્ર પ્રાપ્ત થયું છે. વિસ્તારથી પત્ર લખવાનું હાલમાં બની શકતું નથી તે માટે ચિત્તમાં કંઈક ખેદ થાય છે, તથાપિ પ્રારબ્ધોદય સમજી સમપણું કરું છું. તમે પત્રમાં જે કંઈ લખ્યું છે, તે પર વારંવાર વિચાર કરવાથી, જાગૃતિ રાખવાથી, જેમાં પંચ વિષયાદિનું અશુચિ સ્વરૂપ વર્ણવ્યું હોય એવાં શાસ્ત્રો અને સપુરુષનાં ચરિત્રો વિચારવાથી તથા કાર્યો કાર્યે લક્ષ રાખી પ્રવર્તવાથી જે કંઈ ઉદાસભાવના થવી ઘટે તે થશે. લિ૦ રાયચંદના પ્રણામ.