________________ પપ૬ બ્રહ્મરસ સંબંધી નડિયાદવાસી વિષે મુંબઈ, પોષ વદ 2, રવિ, 1951 પરમપુરુષને નમસ્કાર પરમ સ્નેહી શ્રી સોભાગભાઈ, શ્રી મોરબી. ગઈ કાલે એક પત્ર પ્રાપ્ત થયું હતું, તથા એક પત્ર આજે પ્રાપ્ત થયું છે. બ્રહ્મરસ સંબંધી નડિયાદવાસી વિષે લખેલી વિગત જાણી છે; તથા સમકિતની સુગમતા શાસ્ત્રમાં અત્યંત કહી છે, તે તેમ જ હોવી જોઈએ એ વિષે લખ્યું તે વાંચ્યું છે. તથા ત્યાગ અવસર છે, એમ લખ્યું તે પણ વાંચ્યું છે. ઘણું કરી માહ સુદ બીજ પછી સમાગમ થશે, અને ત્યારે તે માટે જે કંઈ પૂછવા યોગ્ય હોય તે પૂછશો. હાલ જે મોટા પુરુષના માર્ગ વિષે તમારા 1 પત્રમાં લખવાનું થાય છે, તે વાંચીને ઘણો સંતોષ થાય છે. આO સ્વ૦ પ્રણામ.