________________ 539 સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે મુંબઈ, કાર્તિક સુદ 14, સોમ, 1951 સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમ શ્રેય છે, અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાશદશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરૂપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરૂપણું છોડી તે શિષ્ય વિષે પોતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે.