________________ 538 છૂટા મનથી ખુલાસો અપાય એવી તમારી ઇચ્છા મુંબઈ, કાર્તિક સુદ 9, બુધ, 1951 બે પત્ર પ્રાપ્ત થયાં છે. છૂટા મનથી ખુલાસો અપાય એવી તમારી ઇચ્છા રહે છે, તે ઇચ્છા હોવાને લીધે જ છૂટા મનથી ખુલાસો આપવાનું બન્યું નથી, અને હવે પણ તે ઇચ્છા નિરોધ્યા સિવાય તમને બીજું વિશેષ કર્તવ્ય નથી. અમે છૂટા ચિત્તથી ખુલાસો આપીશું એમ ગણીને ઇચ્છા નિરોધવી ઘટે નહીં, પણ સપુરુષના સંગનું માહાસ્ય જળવાવા તે ઇચ્છા શમાવવી ઘટે છે, એમ વિચારીને શમાવવી ઘટે છે. સત્સંગની ઇચ્છાથી જ જો સંસાર પ્રતિબંધ ટળવાને સ્થિતિ સુધારણાની ઇચ્છા રહેતી હોય તોપણ હાલ જતી કરવી યોગ્ય છે, કેમકે અમને એમ લાગે છે. કે વારંવાર તમે લખો છો, તે કુટુંબમોહ છે, સંક્લેશ પરિણામ છે, અને અશાતા નહીં સહન કરવાની કંઈ પણ અંશે બુદ્ધિ છે. અને જે પરષને તે વાત ભક્તજને લખી હોય તો તેથી તેનો રસ્તો કરવાને બદલે એમ થાય છે કે, આવી નિદાનબુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સમ્યકત્વનો રોલ રહે ખરો, એમ વિચારી ઘણી વાર ખેદ થઈ આવે છે, તેને લખવું તે તમને યોગ્ય નથી.