SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 536 બે પ્રકારની દશા મુમુક્ષુ જીવને વર્તે છે મુંબઈ, કારતક સુદ 4, ગુરૂ, 1951 આજે પત્ર 1 પ્રાપ્ત થયું છે, અને તે સંબંધમાં યથાઉદય સમાધાન લખવાનું વિચારું છું અને તે પત્ર તરતમાં લખીશ. બે પ્રકારની દશા મુમુક્ષ જીવને વર્તે છે; એક ‘વિચારદશા', અને બીજી ‘સ્થિતપ્રજ્ઞદશા'. સ્થિતપ્રજ્ઞદશા વિચારદશા લગભગ પૂરી થયે અથવા સંપૂર્ણ થયે પ્રગટે છે. તે સ્થિતપ્રજ્ઞદશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે; કેમકે આત્મપરિણામને વ્યાઘાતરૂપ યોગ આ કાળમાં પ્રધાનપણે વર્તે છે, અને તેથી વિચારદશાનો યોગ પણ સદગુરૂ, સત્સંગના અંતરાયથી પ્રાપ્ત થતો નથી, તેવા કાળમાં કૃષ્ણદાસ વિચારદશાને ઇચ્છે છે, એ વિચારદશા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ છે, અને તેના જીવને ભય, ચિંતા, પરાભવાદિ ભાવમાં નિજબુદ્ધિ કરવી ઘટે નહીં; તોપણ ધીરજથી તેમને સમાધાન થવા દેવું અને નિર્ભય ચિત્ત રખાવવું ઘટે છે.
SR No.330657
Book TitleVachanamrut 0536
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy