________________ 533 મતિજ્ઞાનાદિનાં પ્રશ્નો વિષે સમાધાન મુંબઈ, કાર્તિક સુદ 1, 1951 મતિજ્ઞાનાદિનાં પ્રશ્નો વિષે સમાધાન પત્ર દ્વારાએ થવું કઠણ છે. કેમકે તેને વિશેષ વાંચવાની કે ઉત્તર લખવાની પ્રવૃત્તિ હમણાં થઈ શકતી નથી. મહાત્માના ચિત્તનું સ્થિરપણું પણ રહેવું જેમાં કઠણ છે એવા દુષમ કાળમાં તમ સૌ પ્રત્યે અનુકંપા ઘટે છે. એમ વિચારી લોકના આવેશે પ્રવૃત્તિ કરતાં તમે પ્રશ્નાદિ લખવારૂપ ચિત્તમાં અવકાશ આપ્યો એ મારા મનને સંતોષ થયો છે. નિષ્કપટ દાસાનુદાસભાવે