________________ 531 આપનાં લખેલાં ત્રણે પત્રો પહોંચ્યાં છે. મુંબઈ, આસો વદ 0)), 1950 આપનાં લખેલાં ત્રણે પત્રો પહોંચ્યાં છે. જેનો પરમાર્થ હેતુએ પ્રસંગ હોય તે થોડીએક વિગત જો આજીવિકાદિ પ્રસંગ વિષે લખે કે જણાવે તો તેથી ત્રાસ આવી જાય છે. પણ આ કળિકાળ મહાત્માના ચિત્તને પણ ઠેકાણે રહેવા દે તેવો નથી, એમ વિચારી મેં તમારા પત્રો વાંચ્યા છે તેમાં વેપારની ગોઠવણ વિષેમાં જે આપે લખ્યું તે હાલ કરવા યોગ્ય નથી. બાકી તે પ્રસંગમાં તમે જે કંઈ જણાવ્યું છે તે કે તેથી વધારે તમારી વતી કંઈ કરવું હોય તો તેથી હરકત નથી. કેમકે તમારા પ્રત્યે અન્યભાવ નથી.