________________ પ૨૭ અત્રે કુશળતા છે. આપનો મુંબઈ, ભાદ્રપદ વદ 12, બુધ, 1950 પૂજ્ય શ્રી સોભાગભાઈ, શ્રી સાયલા. અત્રે કુશળતા છે. આપનો કાગળ 1 આજે આવ્યો તે પહોંચ્યો છે. પ્રશ્નોના ઉત્તર હવે તરતમાં લખશું. આપે આજના કાગળમાં સમાચાર લખ્યા છે તે વિષે રેવાશંકરભાઈ રાજકોટ છે ત્યાં લખ્યું છે, જેઓ પરભારો આપને ઉત્તર લખશે. ગોસળિયાના દોહરા પહોંચ્યા છે. તેનો ઉત્તર લખવા જેવું વિશેષપણે નથી. એક અધ્યાત્મદશાના અંકુરે એ દોહરા ઉત્પન્ન થયા સંભવે છે. પણ તે એકાંત સિદ્ધાંતરૂપ નથી. શ્રી મહાવીરસ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્યું છે, તેઓ વધારે ઉપકારી ? કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મમૂર્તિ સદૂગરૂ વધારે ઉપકારી ? તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે. અત્ર એટલો વિચાર રહે છે કે મહાવીરસ્વામી સર્વજ્ઞ છે અને પ્રત્યક્ષ પુરુષ આત્મજ્ઞ-સમ્યફદ્રષ્ટિ છે, અર્થાત મહાવીરસ્વામી વિશેષ ગુણસ્થાનકે વર્તતા એવા હતા. મહાવીરસ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે, તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદૂગરૂની ભક્તિ કરે એ બેમાં હિતયોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે ? તેનો ઉત્તર તમે બન્ને વિચારીને સવિસ્તર લખશોજી. પ્રથમ સગપણ-સંબંધમાં સૂચના કરી હતી, એટલે સહેજ રેવાશંકરભાઈને અમે લખ્યું હતું, કેમકે તે વખતે વિશેષ લખાય તે અનવસર આર્તધ્યાન કહેવા યોગ્ય છે. આજે આપે સ્પષ્ટ લખવાથી રેવાશંકરભાઈને મેં સ્પષ્ટ લખ્યું છે. વ્યાવહારિક જંજાળમાં અમે ઉત્તર આપવા યોગ્ય નહીં હોવાથી રેવાશંકરભાઈને આ પ્રસંગનું લખ્યું છે. જેઓ વળતી ટપાલે આપને ઉત્તર લખશે. એ જ વિનંતિ. ગોસળિયાને પ્રણામ. લિ આo સ્વ૦ પ્રણામ.