________________ 518 યોગવાસિષ્ઠ' - જીવમાં જેમ મુંબઈ, શ્રાવણ વદિ 9, 1950 ‘યોગવાસિષ્ઠ - જીવમાં જેમ ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમ ગુણ પ્રગટે, ઉદય પામે તે પ્રકાર લક્ષમાં રાખવાના ખબર લખ્યા તે પત્ર પ્રાપ્ત થયું છે. એ ગણો જ્યાં સુધી જીવને વિષે સ્થિરતા પામશે નહીં ત્યાં સુધી આત્મસ્વરૂપનો વિશેષ વિચાર જીવથી યથાર્થપણે થવો કઠણ છે. આત્મા રૂપી છે, અરૂપી છે એ આદિ વિકલ્પ તે પ્રથમમાં જે વિચારાય છે તે કલ્પના જેવા છે. જીવ કંઈક પણ ગુણ પામીને જો શીતળ થાય તો પછી તેને વિશેષ વિચાર કર્તવ્ય છે. આત્મદર્શનાદિ પ્રસંગ તીવ્ર મુમુક્ષુપણું ઉત્પન્ન થયા પહેલાં ઘણું કરીને કલ્પિતપણે સમજાય છે, જેથી હાલ તે સંબંધી પ્રશ્ન શમાવવા યોગ્ય છે. એ જ વિનંતિ.