________________ 517 તમે અને બીજા મુમુક્ષુજનનાં ચિત્તસંબંધી મુંબઈ, શ્રાવણ વદ 7, ગુરૂ, 1950 તમે અને બીજા મુમુક્ષુજનનાં ચિત્તસંબંધી દશા જાણી છે. જ્ઞાની પુરુષોએ અપ્રતિબદ્ધપણાને પ્રધાનમાર્ગ કહ્યો છે, અને સર્વથી અપ્રતિબદ્ધ દશાને વિષે લક્ષ રાખી પ્રવૃત્તિ છે, તોપણ સસંગાદિને વિષે હજી અમને પણ પ્રતિબદ્ધબુદ્ધિ રાખવાનું ચિત્ત રહે છે. હાલ અમારા સમાગમનો અપ્રસંગ છે એમ જાણ્યા છતાં પણ તમ સર્વ ભાઈઓએ જે પ્રકારે જીવને શાંત, દાંતપણું ઉદભવ થાય તે પ્રકારે વાંચનાદિ સમાગમ કરવો ઘટે છે. તે વાત બળવાન કરવા યોગ્ય છે.