________________ 499 જે વ્યવસાયે કરી જીવને ભાવનિદ્રાનું ઘટવું ન થાય મુંબઈ, વૈશાખ સુદ 9, 1950 જે વ્યવસાયે કરી જીવને ભાવનિદ્રાનું ઘટવું ન થાય તે વ્યવસાય કોઈ પ્રારબ્ધયોગે કરવો પડતો હોય તો તે ફરી ફરી પાછા હઠીને, ‘મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું એવું ફરી ફરી વિચારીને અને જીવમાં ઢીલાપણાથી જ ઘણું કરી મને આ પ્રતિબંધ છે' એમ ફરી ફરી નિશ્ચય કરીને જેટલો બને તેટલો વ્યવસાય સંક્ષેપ કરતા જઈ પ્રવર્તવું થાય, તો બોધનું ફળવું થવું સંભવે છે. ચિત્તનો લખવા વગેરેમાં વધારે પ્રયાસ થઈ શકતો નથી તેથી પતું લખ્યું છે.