________________ 489 શિક્ષાપત્ર ગ્રંથમાં મુખ્ય ભક્તિનું પ્રયોજન છે મુંબઈ, ફાગણ વદ 11, રવિ, 1950 ‘શિક્ષાપત્ર' ગ્રંથમાં મુખ્ય ભક્તિનું પ્રયોજન છે. ભક્તિના આધારરૂપ એવા વિવેક, ધૈર્ય અને આશ્રય એ ત્રણ ગુણનું તેમાં વિશેષ પોષણ કર્યું છે. તેમાં શૈર્ય અને આશ્રયનું પ્રતિપાદન વિશેષ સમ્યફપ્રકારે છે, જે વિચારી મુમુક્ષજીવે સ્વગુણ કરવાયોગ્ય છે. શ્રી કૃષ્ણાદિનો પ્રસંગ એમાં જે જે આવે છે તે ક્વચિત્ સંદેહનો હેતુ થાય એવો છે, તથાપિ તેમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ સમજ્યાફેર ગણી ઉપેક્ષિત રહેવા યોગ્ય છે. કેવળ હિતબુદ્ધિથી વાંચવા વિચારવામાં મુમુક્ષુનું પ્રયોજન હોય છે.