________________ 488 શ્રી શિક્ષાપત્ર' ગ્રંથ વાંચવા મુંબઈ, ફાગણ વદ 10, શનિ, 1950 શ્રી ‘શિક્ષાપત્ર' ગ્રંથ વાંચવા, વિચારવામાં હાલ કંઈ અડચણ નથી. જ્યાં કોઈ અંદેશાનો હેતુ હોય ત્યાં વિચારવું, અથવા સમાધાન પુછાવવા યોગ્ય હોય તો પૂછવામાં પ્રતિબંધ નથી. સુદર્શન શેઠ પુરુષધર્મમાં હતા, તથાપિ રાણીના સમાગમમાં તે અવિકળ હતા. અત્યંત આત્મબળે કામ ઉપશમાવવાથી કામેંદ્રિયને વિષે અજાગૃતપણું જ સંભવે છે; અને તે વખતે રાણીએ કદાપિ તેના દેહનો પરિચય કરવા ઇચ્છા કરી હોત તોપણ કામની જાગૃતિ શ્રી સુદર્શનમાં જોવામાં આવત નહીં; એમ અમને લાગે છે.