________________ 486 પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, મુંબઈ, ફાગણ સુદ 11, રવિ, 1950 પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે; (કહ્યું છે.) (સૂયગડાંગસૂત્ર વીર્ય અધ્યયન) જે કુળને વિષે જન્મ થયો છે, અને જેના સહવાસમાં જીવ વસ્યો છે, ત્યાં અજ્ઞાની એવો આ જીવ તે મમતા કરે છે. અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે. (સૂયગડાંગ-પ્રથમાધ્યયન) જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિષે થઈ ગયા છે, અને જે જ્ઞાની પુરુષો ભાવિકાળને વિષે થશે, તે સર્વ પુરુષોએ ‘શાંતિ (બધા વિભાવપરિણામથી થાકવું, નિવૃત્ત થવું તે)ને સર્વ ધર્મનો આધાર કહ્યો છે. જેમ ભૂતમાત્રને પૃથ્વી આધારભૂત છે, અર્થાત પ્રાણીમાત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળાં છે, તેનો આધાર પ્રથમ તેમને હોવો યોગ્ય છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર, પૃથ્વીની પેઠે ‘શાંતિ’ને જ્ઞાની પુરુષે કહ્યો છે. (સૂયગડાંગ) 1 पमायं कम्ममाहंस्, अप्पमायं तहावरं / तब्भावदेसओवावि, बालं पंडियमेव वा / / સૂ. 5. ? ભૃ. 8 ક. 3 ની ગાથા. 2 जेस्सिं कुले सम्प्पन्ने, जेहिं वा संवसे नरे / ममाई लप्पई बाले, अण्णे अण्णेहि मच्छिए || # . ? શું ? મ. 4 થી ગાથા. 3 जे य बुद्धा अतिक्कंता, जे य बुद्धा अणागया / संति तेसिं पइठाणं, भूयाणं जगती जहा || જૂ. 9. ? ?? . 36 મી નથી.