________________ 485 હાલ ત્યાં ઉપાધિના અવકાશે કાંઈ વાંચનાદિ મુંબઈ, ફાગણ સુદ 4, રવિ, 1950 પરમ સ્નેહી શ્રી સુભાગ્ય, શ્રી અંજાર. હાલ ત્યાં ઉપાધિના અવકાશે કાંઈ વાંચનાદિ પ્રકાર થતો હોય તે લખશો. હાલ દોઢથી બે માસ થયાં ઉપાધિના પ્રસંગમાં વિશેષ વિશેષ કરી સંસારનું સ્વરૂપ વેદાયું છે. એવા જોકે પૂર્વે ઘણા પ્રસંગ વેદ્યા છે, તથાપિ જ્ઞાને કરી ઘણું કરી વેદ્યા નથી. આ દેહ અને તે પ્રથમનો બોધબીજહેતુવાળો દેહ તેમાં થયેલું વેદન તે મોક્ષકાર્યો ઉપયોગી છે વડોદરાવાળા માંકુભાઈ અત્રે છે. તેમનું સાથે પ્રવૃત્તિમાં વસવું અને કાર્ય કરવાનું થયા કરે છે, એમ આ પ્રસંગ વેદવાનો તેમને પણ પ્રકાર બન્યો છે. વૈરાગ્યવાન જીવ છે. પ્રજ્ઞાનું વિશેષ પ્રકાશવું તેમને થાય તો સત્સંગનું ફળ થાય તેવો યોગ્ય જીવ છે. વારંવાર કંટાળી જઈએ છીએ; તથાપિ પ્રારબ્ધયોગથી ઉપાધિથી દૂર થઈ શકાતું નથી. એ જ વિજ્ઞાપન. વિગતથી પત્ર લખશો. આત્મસ્વરૂપે પ્રણામ.