________________ 481 આજે આ પત્ર લખવાનો હેતુ થાય છે પોષ વદ 1, મંગળ, 1950 આજે આ પત્ર લખવાનો હેતુ થાય છે તે અમને ચિત્તમાં વિશેષ ખેદ રહે છે, તે છે. ખેદનું કારણ આ વ્યવહારરૂપ પ્રારબ્ધ વર્તે છે, તે કોઈ રીતે છે, કે જેને લીધે મુમુક્ષુ જીવ પ્રત્યે ક્વચિત તેવો પરિશ્રમ આપવાનો પ્રસંગ થાય છે. અને તેવો પરિશ્રમ આપતાં અમારી ચિત્તવૃત્તિ સંકોચ પામતી પામતી પ્રારબ્ધ ઉદયે વર્તે છે. તથાપિ તે વિષેનો સંસ્કારિત ખેદ ઘણો વખત સ્કુરિતપણું પામ્યા કરે છે. ક્યારે પણ તેવા પ્રસંગે અમે લખ્યું હોય અથવા શ્રી રેવાશંકરે અમારી ઇચ્છા લઈ લખ્યું હોય તો તે કોઈ વ્યાવહારિક દ્રષ્ટિનું કાર્ય નથી, કે જે ચિત્ત-આકુળતા કરવા પ્રત્યે પ્રેરાયું હોય એવો નિશ્ચય સ્મરણયોગ્ય છે.