________________ 475 આપનાં બે પત્ર સમયસાર'ના કવિતસહિત પહોંચ્યાં છે મુંબઈ, આસો વદ 12, રવિ, 1949 આપનાં બે પત્ર ‘સમયસાર'ના કવિતસહિત પહોંચ્યાં છે. નિરાકાર-સાકાર-ચેતના વિષેનું કવિતા “મુખરસ’ સંબંધમાં કંઈ સંબંધ કરી શકાય તેવા અર્થવાળું નથી; જે હવે પછી જણાવશું. “શુદ્ધતા વિચારે ધ્યાવૈ, શુદ્ધતામેં કેલિ કરે, શુદ્ધતામેં સ્થિર હૈ, અમૃતધારા નરસૈ.” એ કવિતમાં ‘સુધારસ'નું જે માહાસ્ય કહ્યું છે, તે કેવળ એક વિસસા (સર્વ પ્રકારનાં અન્ય પરિણામથી રહિત અસંખ્યાતપ્રદેશી આત્મદ્રવ્ય) પરિણામ સ્વરૂપસ્થ એવા અમૃતરૂપ આત્માનું વર્ણન છે. તેનો પરમાર્થ યથાર્થ હૃદયગત રાખ્યો છે, જે અનુક્રમે સમજાશે.