________________ 471 આત્માને સમાધિ થવા માટે મુંબઈ, આસો સુદ 5, શનિ, 1949 આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિષે વરસે છે, તે એક અપૂર્વ આધાર છે; માટે કોઈ રીતે તેને બીજજ્ઞાન કહો તો હરકત નથી, માત્ર એટલો ભેદ છે કે તે જ્ઞાન જ્ઞાનીપુરુષ, કે જે તેથી આગળ છે, આત્મા છે, એમ જાણનાર હોવા જોઈએ. દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી, એમ જાણનારને કંઈ કર્તવ્ય કહી શકાય નહીં, પણ તે ક્યારે ? સ્વ દ્રવ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે યથાવસ્થિત સમજાયે, સ્વ દ્રવ્ય સ્વરૂપપરિણામે પરિણમી અન્ય દ્રવ્ય પ્રત્યે કેવળ ઉદાસ થઈ, કૃતકૃત્ય થયે કંઈ કર્તવ્ય રહેતું નથી; એમ ઘટે છે, અને એમ જ છે.